ગ્રીન ઈનોવેશન

09/06/2012 18:38

 

વિશ્વમાં સતત વધતી જતી વસતી, પાણી વહેંચણીમાં રહેલી ખામીઓ અને પર્યાવરણીય પ્રશ્નોને લઇને અનેક દેશોમાં પાણીનો મુદ્દો 'પ્રાણપ્રશ્ન' બની ગયો છે. ફક્ત અમેરિકામાં જ સામાન્ય રીતે એક નળમાંથી આશરે સાત ગેલન જેટલું પાણી વહી જાય છે. વળી,વિકસિત દેશોમાં ટોઇલેટ નળની અયોગ્ય ડિઝાઇન અને શોવરના કારણે પણ અનેક ગેલન પાણી ગટરમાં વહી જાય છે.

અમેરિકાના ૪૦ ટકા કરતા પણ વધારે ઘરોમાં રોજનું ૩૫૦ ગેલન પાણી વપરાય છે. પરંતુ આ 'ઇકો હોમ'માં ગ્રેવોટર રિસાઇકલિંગ સિસ્ટમ આપેલી છે, જે રોજનું ૧૧૦ ગેલન પાણી બચાવી શકે છે. વોશિંગ મશીન, શોવર અને સિન્કમાંથી વહી જતા પાણીને ગ્રેવોટર કહેવાય છે. પરંતુ થોડું સામાન્ય પ્લમ્બિંગ કામ અને સ્ટોરેજ ટેન્કની મદદથી ટોઇલેટમાં વહી જતા પાણીને પણ રિસાઇકલ કરી શકાય છે.

આ 'ઇકો હોમ'માં બાથરૂમ, સિંક, શોવર વગેરેના પાણીને એક ક્લોરિનેશન ફિલ્ટરની મદદથી ટેન્કમાં એકત્રિત કરાય છે. આ પાણીનો ટોઇલેટમાં ફરી ઉપયોગ કરી શકાય છે. આ સિસ્ટમ લગાવ્યા પછી યુઝર્સે ફક્ત ટેન્કમાં ક્લોરિનનું પ્રમાણ કંટ્રોલ કરવાનું રહેશે. પરંતુ જો ક્લોરિનનું પ્રમાણ ઓછું હશે તો ટેન્કમાં બેક્ટરિયા થશે, અને વધુ હશે તો તમારા શરીર માટે જરૂરી બેક્ટેરિયા પણ મારી નાંખશે. આ મુશ્કેલીના ઉપાયરૂપે ઘરમાં બ્લૂ ઇકો સિસ્ટમનો પણ ઉપયોગ કરાયો છે. આ સિસ્ટમ પાણીમાં ક્લોરિનનું યોગ્ય પ્રમાણ જાળવે છે. આ સિસ્ટમ થકી ટાંકીમાં આશરે ૨૫ ગેલન પાણી એકત્રિત કરી શકાય છે. આ ઉપરાંત વધુને વધુ પાણી રિસાઇકલ કરવા આ સિસ્ટમનું સહેલાઇથી વિસ્તરણ પણ કરી શકાય છે.