Blog

મેનેજમેન્ટ

01/02/2012 09:57

 

મેનેજમેન્ટ

પાંચ W અને એક Hને મેનેજમેન્ટની ભાષામાં સિક્સ સિગ્મા તરીકે ઓળખવામાં આવે છે. સિક્સ સિગ્મા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથેડોલોજી છે. એટલે કે મેનેજમેન્ટમાં ડગલે ને પગલે જે મુશ્કેલીઓ ઉદ્ભવે અને ત્વરિત નિર્ણય લેવાના થાય ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવા આ સિક્સ સિગ્મા દિશાસૂચક તરીકે કામ કરે છે

1. W - Who 

Who will do?

તમે જે બિઝનેસ કે પ્રોજેક્ટ હાથ પર લીધો છે તેમાં કોણ કોણ તમને સપોર્ટ કરશે, કઈ વ્યક્તિને કયું કામ સોંપવામાં આવે તો તે

તેને યોગ્ય રીતે પાર પાડી શકશે અને કોણે તેને યોગ્ય રીતે પાર પાડવું જોઈએ એ પાંચ Wમાંના પહેલા W પરથી જાણી શકશો. ટૂંકમાં હાથમાં લીધેલા કાર્યને કે લક્ષ્યને પાર પાડવા માટે ટીમવર્કમાં કઈ વ્યક્તિની ભૂમિકા કઈ રહેશે અને કઈ હોવી જોઈએ તેનો જવાબ આ W આપશે.

2. W - What

What to do?

વોટ ટુ ડુ -નું સહજ અને સરળ ગુજરાતી છે શું કરવાનું છે? અથવા શું થઈ શકે? અહીં વોટ ટુ ડુ એ કાર્ય અને તેના પરિણામ સંદર્ભ સાથે જોડાયેલું છે. કાર્યને પાર પાડવા માટે તમે જે કોઈ એક્શન લો તેના રિએક્શન અંગે અગાઉથી જ અનુમાનો લગાવવાનાં હોય છે. બીજો W તમને ભાવિ સાથે જોડે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કોઈ કાર્યને અમલમાં મૂકવામાં આવે તેનાં પરિણામો કયાં કયાં આવી શકે તેનો જવાબ તમને આ W પરથી મળશે. તમે જે પગલાં ભરશો તેના પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સથી આ Wના માધ્યમથી વાકેફ થશો. જે જે પણ એક્શન તમે લેશો તેનાં સારાં અને વિપરીત પરિણામોનો અણસાર આ ઉને આધારે મેળવી શકશો. જેના આધારે તમે સજાગતા અને સુસજ્જતા કેળવી શકશો. જો કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો તેને પણ ફેસ કરવાની ચેલેન્જ ઉપાડી શકશો.

3. W - Where

Where will it be implemented?

સ્થળની વાત છે. આ Where માર્કેટિંગ ફન્ડા સાથે મહત્ત્વપૂર્ણ રીતે જોડાયેલો છે. જો કોઈ ઈન્ટરનેશનલ માર્કેટ અને પ્રાઈઝ સાથેની વસ્તુ તમે નાના શહેર કે ગામમાં વેચવા જાઓ તો સ્વાભાવિક રીતે તે સફળ નહીં થાય. એ જ રીતે નાના ટાઉનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવેલી વસ્તુ તમે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોલ્ડ કરવામાં સફળતા ન મેળવી શકો. એટલે કઈ વસ્તુ, પ્રોજેક્ટ ક્યાં સફળ બનશે તેનો મદાર સ્થળ અને માર્કેટ પર રહેલો છે. આ એપ્રોપ્રિએટ સ્થળ અને માર્કેટનો જવાબ Whereપરથી જાણી શકશો. એક રમૂજ છે કે એક ગામમાં હજામે વાળ કાપવાની દુકાન ખોલી. પણ તેને એકેય દિવસ ઘરાકી નહોતી મળતી. કારણ. કારણ આ ગામમાં બધી જ વસ્તી શીખોની હતી. કઈ પબ્લિકને ધ્યાનમાં રાખીને તમે વસ્તુ કે પ્રોજેક્ટને આકાર આપી રહ્યા છો, પબ્લિકની કયા પ્રકારની જરૂરિયાત છે, પબ્લિકની જે માંગ છે તેને પૂરી કરવા માટે હાથમાં લેવાયેલો પ્રોજેક્ટ કે વસ્તુ સમર્થ છે કે કેમ આ બધાં પ્રશ્નોના જવાબ Where પરથી મળશે.

4. W - When

When will it take place?

ભરઉનાળે તમે ઊનનાં કપડાં વેચવા જાઓ તો સ્વાભાવિક છે કે તે નહીં વેચાય. કારણ. કારણ સીધું છે કે ઉનાળામાં ઊનનાં નહીં કોટનનાં વસ્ત્રોની જરૂર હોય છે. ત્યારબાદની આવનારી ઋતુ ચોમાસાની છે તો કદાચ એવા સમયે વ્યક્તિ અગાઉથી ચોમાસાને રિલેટેડ વસ્તુની ખરીદી કરવાનું વિચારી શકે, ઊનનાં વસ્ત્રો ખરીદવાની નહીં. બસ, આ When એટલે સમય. યોગ્ય સમય. કહેવત છે ને રાઈટ વર્ડ એટ રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ. એવું જ મેનેજમેન્ટમાં છે. સમયને ધ્યાનમાં રાખીને વસ્તુની કે પ્રોજેકટની પસંદગી. ચ્યવનપ્રાશ અને કોલ્ડ ક્રીમની જાહેરાત શિયાળામાં જ જોવા મળશે. સેમ વે...મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં સમય અને તે પણ કયા સમયે કયું કામ હાથમાં લેવું, તેને કેટલા સમયમાં પાર પાડવું તેનો ક્યાસ When પરથી મેળવી શકશો.

5. W - Why

Why would /should it be done?

તમે જે કામ, પ્રોજેક્ટ હાથમાં લીધો છે તેનું અલ્ટિમેટ ધ્યેય કે લક્ષ્ય શું છે. સીધી વાત એ છે કે સફળતા મેળવવા અને પરિણામ સિદ્ધ કરવા માટે. પાંચ  Wમાં Why ભલે છેલ્લે આવતો હોય પણ સૌથી અગત્યનો છે, કારણ કે તે તમને તમારી પ્રાથમિક જરૂરિયાતસમા ઉદ્દેશથી માહિતગાર કરે છે. શા માટે તમારે પ્રોજેક્ટને આકાર આપવો, હાથમાં લેવો તેનો જવાબ Why પરથી મળશે.

6. H - How

How will it be done?

તમારે કોઈ કામ પાર પાડવું છે, તેના માટે કયાં કયાં પાસાં જરૂરી છે તેનો પણ તમને ખ્યાલ છે પણ કેવી રીતે આ પ્રોજેક્ટને પાર પાડશો. તેની રૂપરેખા How પાસેથી મળશે. તમારે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવું છે, તમારી પાસે ગાડી છે, પેટ્રોલ ટેન્ક ફુલ છે, શું કામ એ જગ્યાએ જવું છે તેની પણ તમને ખબર છે. પણ આ સ્થળે કેવી રીતે પહોંચશો તેની જાણકારી મેળવવી જરૂરી બની જશે. તમારો રસ્તો આસાન બની જશે જો તમારા પાસે એ સ્થળે પહોંચવા માટેનો નકશો કે રૂપરેખા હશે. એ જ રીતે How એ મેનેજમેન્ટનાં જુદાં જુદાં પાસાંની રૂપરેખા છે જે લક્ષ્યને પાર પાડવા માટે તમારા માટે દિશાચિહ્ન તરીકેની ભૂમિકા ભજવશે.

જરા ધ્યાનથી વાંચજો ..

31/01/2012 18:30

જરા ધ્યાનથી વાંચજો .. અને જો તમને ગમે તો શેર પણ કરજો..એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે. તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. હૉલ મા પ્રવેસતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ "કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ?તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે ? તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી ?"ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ"મારી ભુલ બદલ માફી માંગુ છુ, ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો, જેવી ખબર પડી કે તરત આવવા નિકળીગયો, રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ. હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથી સૌ સારુ થઈ જશે, હવે વિલાપ કરવાનુ છોડીદો."છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ"વિલાપ કરવાનુ છોડી દો એટલે ? તમારો કહેવાનો મતલબ શુ છે ? મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો ? આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા ?" ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ "શાંત થાવબહેન, જીવન અને મરણ એતો અલ્લાહના હાથમાં છે, હું તો ફક્ત એક માણસ છુ, તેમછતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ, બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી...! લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો..?" ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાંજતા રહે છે.થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી છોકરાની માતાને કહે છે કેઃ "અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે,તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારેજાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે." તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે.ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ "આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી? મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ? ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે"આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ "મેડમ ! આ એજ ડૉક્ટર છેજેમનો એકનોએક દિકરો આજે તમારા દિકરાના બેફામ બાઇક ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે. તેમને ખબર હતી કે તમારાદિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો. એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા

પોઝિટિવ એટિટયૂડ

31/01/2012 17:02

દિવસ બદલે છે અને તમે સહજતાથી તારીખિયામાં તારીખ બદલો છો. એ નવા દિવસને સ્વીકારો છો. એનું સ્વાગત કરો છોતેવી જ રીતે જિંદગીમાં થતા ફેરફારોને પણ આવકારીને એની સાથે ખુદને બદલો. એમાં પણ કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો

જે વ્યક્તિ જિંદગીમાં પરિવર્તન નથી સ્વીકારતી તે જીવનભર કંઈ નવું શીખી નથી શકતી. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટિનના આ શબ્દો છે અને ફિલસૂફી પણ. કદાચ તેમણે પરિવર્તન લાવવાની કોશિશ ન કરી હોય તો આપણે આજે પણ વીજળી વગરના અંધારામાં જીવતા હોત. પરિવર્તન કુદરતનો નિયમ છે તો પછી માણસે એને બન્ને હાથ ફેલાવીને તેનું વેલકમ કરવું જોઈએ અને સમયની સાથે બદલાતા શીખવું જોઈએ.
શક્ય છે કે ઘણી વખત આપણે પરીક્ષામાં અથવા નોકરીના સ્થળે બહુ જ સારો દેખાવ કરી રહ્યા હાઈએ અને આપણે જે પદ્ધતિથી આગળ વધી રહ્યા હોઈએ તેમાં બદલાવ લાવવા માટે કહેવામાં આવે. ઘણી વખત આગળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા હોય અને સિલેબસ બદલાઈ જાય, કોર્સ બદલાઈ જાય, પેપર સ્ટાઈલ બદલાઈ જાય. તો તે વખતે પોઝિટિવ એટિટયૂડ દાખવો. નવી પદ્ધતિને અપનાવતાં શીખો, કારણ કે નાછૂટકે પણ તમારે એ મુજબ જ સારા દેખાવ સાથે આગળ વધવાનું છે.
નોકરીમાં એવું થાય છે કે તમે પ્રોફેશનલી તમારા સારા પર્ફોર્મન્સ સાથે ઘણું ઘણું કરી બતાવવાની ઈચ્છા ધરાવતા હોય, તમે જાણતા હોય કે તમે એ કામ અને હોદ્દા માટે બિલકુલ ફિટ છો, લાયક છો. સર્વગુણ સંપન્ન છો. તમારાથી બહેતર અથવા તમારી પદ્ધતિથી બહેતર રીતે એ કામ પાર પડી શકવાનું નથી, છતાં તેમાં બદલાવ તમારી પર લાદી દેવામાં આવે તો જરા પણ ઉશ્કેરાયા વગર તમને કહેવામાં આવી છે એ પદ્ધતિએ હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ કામ કરીને દેખાડો. અંતે તો પરિવર્તન નહીં, પરંતુ કાર્યની સફળતા કે નિષ્ફળતા જ પરિણામ છે.
પૂર્વગ્રહોને છોડો
એક ખેડૂત હળથી ખેતી કરતો હતો. મસમોટા તેના ખેતરમાં તે માંડ માંડ પહોંચી વળતો હતો. તેની બાજુના જ ખેતરમાં ખેડૂત ટ્રેક્ટરના સહારે અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી પાક લેતો હતો. હળથી ખેતી કરનારા ખેડૂતને પૂર્વગ્રહ હતો કે ટ્રેક્ટરની આધુનિક ખેતીથી ખેતર જોઈએ તેવું ખેડાય નહીં અને પાક જોઈએ તેવો સારો મળે નહીં. ઊલટાનું બીજો ખેડૂત સારી ગુણવત્તા ધરાવતું અનાજ પકવી શકતો હતો. સવાલ હતો અંગત પૂર્વગ્રહનો.જૂની પુરાણી પદ્ધતિ મુજબ ખેતી કરવી એ ખેડૂતના પૂર્વગ્રહ સિવાય બીજું કશું જ ન હતું જે તેને જ નુક્સાન કરી રહ્યું હતું. તમે પણ આવા કોઈ પૂર્વગ્રહથી પીડાતા હો તો તુરંત જ તેને ત્યજી દો.
બદલાવનો વિરોધ
જો પરિવર્તન વાજબી ન હોય અને નુક્સાનકારક હોય તો પણ તેનો વિરોધ કરવા જતાં સામા પવને ચાલવા જેવું સાબિત થઈ શકે છે તો બીજા પક્ષે સારા બદલાવ સામે વિરોધના ઝંડા લઈને ઊભું થવું એ યોગ્ય નથી. પહેલાં પરિવર્તનોની અસરનો ક્યાસ કાઢો. પછી નક્કી કરો કે તે સારી અસર છોડે તેમ છે કે નરસી. જ્યારે બદલાવ તમારા પર વાર કરે ત્યારે માહોલના હિસાબે પરિવર્તનને પારખીને એનો જવાબ શોધો. જાણ્યા, સમજ્યા વગર વિરોધની રેલીમાં વહી જવું તમને નુક્સાનકારક સાબિત થશે.
બદલાવ સાથે ખુદને બદલો
ઘણી વખત પરિસ્થિતિ સાથ ન આપતાં ખુદને બદલવું પડે છે. તમારૂં ડિમોશન થઈ જાય. કોઈ કાર્યમાં અસફળતા મળે. પરીક્ષામાં ધાર્યું હોય એવું પરિણામ ન આવે. નોકરીમાં તમે અંદાજો લગાવ્યો હોય એ ખોટો પડી શકે તો નિરાશ થવાના બદલે ખુદને બદલો. કારણ કે જો પરિસ્થિતિઓ પર તમારૂં નિયંત્રણ જાળવી શકાય એમ નથી, એવું લાગે ત્યારે દિમાગ પર સંતુલન જાળવીને એ પરિસ્થિતિમાં ઢળવા માટે પ્રયત્ન કરવો જ યોગ્ય હશે. ચેન્જ યોર સેલ્ફ એઝ પર ચેન્જિસ...
ચેતવણી
આજના ઝડપી યુગમાં તમને બદલાવ કે પરિવર્તનની ચેતવણી મળશે જ એવું માની લેવું ભૂલ હશો. ક્યારેક થનારા ચેન્જિસથી તમને વાકેફ કરવામાં આવે, પણ ઘણાં પરિવર્તન ઇન્સ્ટન્ટ હોય છે. તેનું વમળ ક્યારે ઊઠે એ જાણી શકાતું નથી. તો આવાં પરિવર્તનો માટે હંમેશાં તૈયાર રહો. માન્યું કે તમને કોઈ ચીજ કે પદ્ધતિની આદત પડી ચૂકી હોય, તમે ટેવાઈ ગયા હોય, પણ નવી સિસ્ટમમાં ગોઠવાવા માટે તમને ઇન્ટ્રક્શન ન મળે છતાં તમે એવા સજ્જ હોવા જોઈએ કે તમને ‘ગો ફોર ઇટ’ કહેતાંની સાથે જ તમે મેદાનમાં કૂદી પડો. એ વાત સાચી કે આ પ્રકારના પરિવર્તનને કેટલાક લોકો જ અપનાવી શકે છે. તો તમે એ લોકોમાંના એક બનો. શિક્ષણ, જરૂરિયાત,નીતિઓ, ટેક્નિક અને માર્કેટ સઘળું જ્યારે આજના જમાનામાં બદલી રહ્યું છે, ત્યારે નાના નાના ફેરફાર માટે ચેતવણી મળવી જરૂરી નથી હોતી. બસ સમયના વહેણ સાથે એમાં વહેતા જવું જ સમજદારી છે.
પોઝિટિવ એટિટયૂડ
કોઈ પણ નવા સોફ્ટવેર અને એ અંગેના રિસર્ચ અંગે બિલ ગેટ્સ કોઈ પણ અભિપ્રાય આપતાં પહેલાં પોતે તેને ચકાસી જુએ છે. એનો ઉપયોગ કરતાં ખુદ શીખે છે. એ બાબત કે ટેક્નિકના નવા સંશોધનો સાથે તાલ મિલાવીને, કદમથી કદમ મિલાવીને ચાલે છે. આ ઉદાહરણ અહીં આપવાનો મતલબ એ છે કે નવા સંશોધનો અને રિસર્ચ અંગે પોઝિટવ વલણ દાખવો. એમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ બન્ને શોધો. ખૂબીઓનો સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેમ છે એ વિચારો અને ખામીઓને ડિલિટ કરવાના રસ્તા શોધો. તમારૂં કૌશલ્ય, તમારા ગુણ ત્યારે જ સચોટ ગણાશે જ્યારે તમે પરિવર્તન સાથે પોતાને બદલીને સારૂં પરિણામ આપી શકશો.
Items: 1 - 3 of 3

સરકારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો ભગવાનને પત્ર

2012-01-31 16:38

 

સરકારી શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો ભગવાનને પત્ર 

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું.

મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે.

હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ, હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે,

એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે.

ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.

પ્રશ્ન ૧.

હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું,

પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી?

દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ?

પ્રશ્ન ૨.

તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક

મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ?

પ્રશ્ન ૩.

મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને,

તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું?

પ્રશ્ન ૪.

તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે,

હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો.

હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી?

પ્રશ્ન ૫.

તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.

પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે,

અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?

શક્ય હોય તો ભગવાન આ પાંચેયસવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે,

ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી,

તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું.

વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો,

મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે.

પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ.

જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ.