રાજકોટ શહેરની સામાન્ય માહીતી

પ્રાચિનકાળ

આઝાદી પછી ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયુ ત્યારે તેમા રાજકોટ, ગોંડલ, જેતપુર,ધોરાજી, મોરબી, વાંકાનેર, જસદણ વગેરે. વિલિન દેશી રાજયોનો મુલકોનો બનેલો ‘મધ્ય સૌરાષ્ટ્ર’ નામે જિલ્લો અસ્તિત્વમાં આવેલો. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની રચના થતા એમાં આસપાસના થોડા ગામોની હેરફેર કરીને રાજકોટ જિલ્લાની રચના કરવામાં આવી. આ જિલ્લામાં વિલિન દેશી રાજ્યોની કારકિર્દીનો આરંભ સોલંકી કાળથી મુઘલકાળ દરમ્યાન થયેલો. 

પ્રાગ – ઈતિહાસ

ભાદર નદીના કાંઠે ગોંડલ દક્ષિણ પૂર્વે લગભગ ૧૮ કિમી. ના અંતરે આવેલ રોજડી ગામ, જે હવે શ્રીનાથ ગઢ તરીકે ઓળખાય છે, તેની પાસે આદ્ય પ્રાચિન પાષાણ યુગના ઓજાર ધરાવતું પ્રાગૈતિહાસિક સ્થળ મળેલું. આ સ્થળે અંત્ય પ્રાચીન પાષાણ યુગના અકીકના લઘુ - પાષાણ ઓજાર પણ પ્રાપ્ત થાય છે. જેનો ખાસ કરીને ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિના સ્તરોમાં સમાવેશ કરી શકાય છે. રાજકોટ જિલ્લામાં આદ્ય અને મધ્યમ પ્રાચિન યુગના સ્થળોમાં રોજડી શ્રીનાજીગઢ, જેતપુર, જસદણ, આટકોટ વગેરે ગણી શકાય. 

આદ્ય ઈતિહાસ

રોજડીમાં થયેલ પુરાતત્વીય ઉત્ખનનો દ્વારા જાણવા મળ્યું છે કે આ સ્થળે પહેલા અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનાર લોકો વસ્યા હતા. પછી ઈસ.પૂર્વે ૧૯૦૦ ની આસપાસ ત્યાં ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોકોનું આગમન થયું. ગોંડલ તાલુકાનુ કરમાળ, ધોરાજી,પીપળીયા, માંડણ કુંડલા, કોટડા-સાંગાણી, આટકોટ, આંબરડી, પારેવાળા, પીઠડીયા વગેરે ગામોમાંથી આદ્ય – ઐતિહાસિક હડપ્પીય સંસ્કૃતિના અવશેષ પ્રાપ્ત થયા છે. 

આધુનિક યુગ

રાજકોટ જિલ્લા સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના પ્રારંભે આધુનિક યુગની શરૂઆત થઇ હતી એમ કહી શકાય. ખાસ કરીને ઈ.સ. ૧૮૦૭-૦૮માં સૌરાષ્ટ્રના રાજયો સાથે થયેલા વોકર કરારને પરિણામે સૌરાષ્ટ્રમાં શાંતિની સવાર પ્રગટી હતી. 

રાજકોટના રાજવી રણમલજી-રજા નો શાસનકાળ ૧૭૯૬ – ૧૮૨૫ રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન જ અંગ્રેજ સરકારે સૌરાષ્ટ્રમાં રાજકોટ કોઠી અને લશ્કરી છાવણી માટે રાજકોટ રાજ્ય પાસેથી વાર્ષિક ૨૮૦૦ રૂ।. ના ભાડાની કેટલીક જમીન મેળવી, ઇ.સ. ૧૮૨૨ માં તેની કામગીરી શરૂ કરી હતી. રણમલજીના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજવી બન્યા. તેમણે રાજ્યની નાણાકિય સ્થિતિ સુધારવા કેટલાક પગલા લીધા હતા. રાજકોટમાં બ્રિટીશ સરકારની કોઠી સ્થપાતા સૌરાષ્ટ્રના રાજા રજવાડા તથા અન્ય લોકોએ રાજકોટમાં જમીન ખરીદવાનું શરૂ કરતા, રાજકોટ શહેરના વિસ્તાર અને આવકમાં વધારો થયો હતો. સુરાજીનું ઇ.સ. ૧૮૪૪માં અવસાન થતા તેમના પુત્ર મહેરામણજી- ૪થા રાજકોટના શાસક બન્યા હતા. તેમનો શાસનકાળ ૧૮૪૪ થી ૧૮૬૨ નો રહ્યો. તેમના રાજ્યકાળ દરમ્યાન દડવા અને હોડથલી ગામની સરહદો પાસે ગોંડલ અને રાજકોટના સૈનિકો વચ્ચે સરહદ અંગે વિવાદ થયો હતો. ત્યારે બ્રિટીશ એજન્સીએ સમયસર દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું. 

મહેરામણજી ઈ.સ. ૧૮૬૨માં અવસાન પામતા તેમના પુત્ર બાવાજી રાજ (ઇ.સ.૧૮૬૨-૧૮૯૦) રાજકોટની ગાદીએ આવ્યા. ત્યારે તેમની ઉંમર માત્ર છ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટનો વહીવટ તેમના દાદી માતૃ શ્રી નાનીબાએ ઇ.સ. ૧૮૬૨ થી ૧૮૬૭ સુધી કુનેહપૂર્વક ચલાવ્યો હતો. સગીર વયના રાજકર્તાઓના રાજ્યો માટે અંગ્રેજ સરકારે મેનેજમેન્ટનો કાયદો પસાર કર્યો હતો. એ માટે અંગ્રેજ સરકારે રાજકોટ રાજ્યના વહીવટ માટે કેપ્ટન જે. એચ. લોઇડ ને નિમ્યા. ઇ.સ. ૧૮૬૭ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટીશ વહિવટ રહ્યો. ઇ.સ. ૧૮૭૪ માં બાવાજીરાજને રાજ્યના વહીવટમાં મર્યાદિત અને ૧૮૭૬માં સંપૂર્ણ હકો આપવામાં આવ્યા હતા. તેમના અમલ દરમ્યાન ગાંધીજીના પિતા કબા ગાંધી ઇ.સ. ૧૮૮૧ સુધી રાજકોટના દિવાન રહ્યા હતા. આ સમય દરમિયાન જ શાસકોના શિક્ષણ માટે ઇ.સ. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજનો પાયો નખાયો. બાવાજી રાજ આ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. રાજકોટમાં કાઠીયાવાડ હાઇસ્કુલ પણ સ્થપાઇ. તેનું નામ પછી આલ્ફ્રેડ હાઇસ્કુલ રખાયું હતું. તેમાંજ ગાંધીજી ભણ્યા હતા. હાલ તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. તેનું ઉદ્દઘાટન ઇ.સ. ૧૮૭૫ માં થયું હતું. તેના બાંધકામનો ખર્ચ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આપ્યો હતો.
 

બાવાજી રાજ માત્ર ૩૪ વર્ષની વયે ઇ.સ. ૧૮૯૦ માં અવસાન પામતા તેમના પુત્ર લાખાજી રાજ (ઇ.સ.૧૮૯૦ – ૧૯૩૦) રાજકોટના શાસક બન્યા. ત્યારે તેમની ઉમર માત્ર પાંચ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટ ફરી એકવાર બ્રિટીશ વહીવટ હેઠળ (ઇ.સ. ૧૮૯૦ – ૧૯૦૭) મૂકાયું. 

વિ.સં. ૧૯૫૬ માં (ઇ.સ.૧૯૦૦)માં રાજકોટ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ભયંકર વિનાશક દુકાળ પડયો હતો. તે ‘છપ્પનિયા દુકાળ’ તરીકે ઓળખાય છે. તત્કાલિન વાઇસરોય લોર્ડ કર્ઝન રાજકોટ આવ્યા ત્યારે તેમણે દુકાળને લગતી વ્યવસ્થા તપાસી હતી, રાહત કાર્યો શરૂ થયા હતા. 

લાખાજી રાજ વયસ્ક થતા ૨૧-૧૦-૧૯૦૭ થી તેમને રાજવી તરીકેના સંપૂર્ણ હક્કો આપવામાં આવ્યા હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું હતું. પાશ્ર્ચાત્ય શિક્ષણને કારણે તેમનું દ્રષ્ટિ બિંદુ ઉદાર અને પ્રગતિશીલ રહ્યું હતું. પરિણામે રાજકોટનો સમગ્ર વિકાસ શક્ય બન્યો હતો. લાખાજી રાજ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવતા હતા. તેથી તેઓ “રૈયતના હ્રદય રાજ” બન્યા હતા. લાખાજી રાજ સુધારાના હિમાયતી અને પ્રગતિશીલ રાજવી હતા. તેથી તેમના શાસન દરમિયાન રાજકોટનો વિસ્તાર તથા વસતી વધ્યા હતા. રાજકોટનો કૃષિ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસ થયો હતો. 

લાખાજી રાજે રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટ રાજ્યના તમામ ગામોમાં મફત કેળવણીનું ધોરણ દાખલ કર્યુ હતું. વિદ્યાર્થીઓના શારિરીક વિકાસ માટે હરિસિંહજી સ્પોર્ટસ તથા હાડિર્જ સ્પોર્ટસ નામની રમત ગમત ની હરિફાઇઓ શાળામાં દાખલ કરાઇ હતી, લાખાજી રાજ પોતે ક્રિકેટના સારા ખેલાડી હોવાથી તેમા ઊંડો રસ લેતા હતા. 

ઇ.સ. ૧૯૨૦માં ગાંધીજી એ અસહકારની લડતનું એલાન આપ્યું હતું. તેવા સમયે કાઠિયાવાડ રાજકીય પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાને પોતાનું અધિવેશન ભરવા દેવા માટે કોઇ રાજ્ય તૈયાર થાય તેમ ન હતું. કારણકે તેમ કરવાથી તેઓ બ્રિટીશ સરકારનો રોષ વહોરી લેશે એવો તેમને ભય હતો. આવા કપરા સમયમાં આ પરિષદને શુભ પ્રગતિ તરીકે ગણીને તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવાની પરવાનગી લાખાજીરાજે આપી હતી. લાખાજી રાજની સ્મૃતિમાં રાજકોટના પ્રજાજનોએ લાખાજી રાજ સ્મારક મંદિર બંધાવેલું છે. આજે તે ત્રિકોણ બાગ પાસે બાપુના બાવલા તરીકે ઓળખાય છે. 

લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી (ઇ.સ. ૧૯૩૦ – ૧૯૪૦) રાજકોટની ગાદીએ આવ્યા પણ તેઓ દિવા પાછળ અંધારું સાબિત થયા હતા. વૈભવ અને વિલાસમાં રાચતા ધર્મેન્દ્રસિંહજી પ્રજામાં અપ્રિય બન્યા હતા. 

ઇ.સ. ૧૯૪૨માં હિંદ છોડો આંદોલન વખતે પણ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાષ્ટ્રિય ચળવળનું કેન્દ્ર હતું. ચળવળે જોર પકડ્યું હતું. રાજકોટમાંથી અનેક નેતાઓને પકડવામાં આવ્યા હતા. તેમાં સૌરાષ્ટ્રના મહાન બે નેતાઓ શ્રી ઉ.ન.ઢેબર અને બળવંતરાય મહેતા મુંબઇ થી ટ્રેનમાં આવતા હતા ત્યારે તેમને રસ્તામાં વઢવાણમાં પકડીને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઢેબરભાઇને જેલ થતા જેઠાલાલ જોશી, જયંતિલાલ માલધારી, ઓધવજી આહ્યા તથા જયસુખલાલ શાહે રાજકોટના લોકોની નેતાગીરી લીધી હતી. 

ઇ.સ. ૧૯૪૭ માં રાજ્યોનું વિલિનીકરણ થયું ત્યારે રાજકોટના રાજવી શ્રી પ્રધ્યુમનસિંહજીએ પોતાનાભાઇ ધર્મેન્દ્રસિંહજીએ જવાબદાર રાજ્યતંત્ર અંગે ઇ.સ. ૧૯૩૮ માં સરદાર પટેલને આપેલ વચન પુરું કર્યું, અને પોતાના પિતા લાખાજી રાજનું નામ ઉજ્જવળ કર્યું હતું. 

રાજકોટ જિલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામોઃ

ગાંધીજીએ ૧૯૨૦ માં બ્રિટીશ સરકાર સામે શરૂ કરેલી દેશ વ્યાપી લોક લડતથી સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય આંદોલનના મંડાણ થયા . ૧૯૨૧માં કાઠિયાવાડ હિતવર્ધક સભા, અને કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ. આ સંસ્થાઓના શરૂઆતના આગેવાનો જામનગર જિલ્લાના મનસુખભાઇ મહેતા, સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલચંદભાઇ શાહ, ભાવનગરના ગિરજાશંકર બધેકા, જૂનાગઢના દેવચંદભાઇ પારેખ, અને અમરેલી જિલ્લાના રામજીભાઇ હંસરાજે રચનાત્મક અને રાજકીય પ્રવૃતિઓ મારફત સૌરાષ્ટ્રના આપખુદ રાજવીઓના અન્યાયી શાસન સામે લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી, જેનાથી સૌરાષ્ટ્રમાં ભાવી સ્વાતંત્ર્ય ભૂમિકા બંધાઇ. આમાં રાજકોટની રાષ્ટ્રીય શાળાના આગેવાનોએ મહત્વનો ફાળો આપ્યો. એ વખતે ઝવેચંદ મેઘાણીના તંત્રી પદે પ્રસિધ્ધ થતા ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં રાજાઓની આપખુદી તથા તેમના અનાચારો વિશે ખૂબ જ કડક લેખો પ્રકાશિત થતા આ પત્રે રાજાઓનું આપખુદી સ્વરૂપ ખુલ્લું કરવામાં તથા સૌરાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવવામાં કિંમતી ફાળો આપ્યો. 

કાઠીયાવાડ લોકોનું રાજકિય સંગઠન સાધવા કાઠીયાવાડ રાજકિય પરિષદનું અધિવેશન યોજવાની જરૂરીયાત લાગી, પરંતું કોઇ પણ મોટા રાજ્યોનો રાજવી અંગ્રેજોની ખફા વહોરી પોતાના રાજ્યમાં પ્રજા જુવાળ પ્રવેશવા દેવા રાજી ન હતા. આ સંજોગોમાં રાજકોટના ઠાકોર લાખાજી રાજે બ્રિટીશ સરકારની નારાજગીની પરવા કર્યા વિના પોતાના રાજ્યમાં પરિષદનું અધિવેશન ભરવાની ખુશી થી રજા આપી, આમ કાઠીયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં મળ્યું. સર લાખાજી રાજ પ્રજા પ્રેમી અને પ્રગતિશીલ રાજવી હતા, પણ તેમનું અકાળે અવસાન થતા તેમના પુત્ર ઠાકોર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા, પણ તેમને દારૂની ભારે લત હતી. મોટેભાગે નશામાં રહેતા, રાજ્યોનો વહીવટ કાવાદાવામાં નિષ્ણાંત કુટિલ દિવાન વીરાવાળા સંભાળતા. તેણે પ્રજા પર આચરેલ અન્યાયોને કારણે રાજકોટ સત્યાગ્રહનો આવિર્ભાવ
થયો. 

રાજકોટ શહેરમાં કુલ ર૩ છે. વોર્ડ નંબર-૪ ની વસ્તી- ૪૫૫૮૧ છે. સામેલ  વિસ્તાર

કોઠી - ક્મ્પાઉન્ડજામનગર રોડકલેકટર બંગલોકલેકટર ઓફિસરુખડિયા કોલોનીજંકશન પ્લોટકૈલાશવાડીગવર્મેન્ટ ક્વાર્ટસગેબનસા પીર દરગાહપોપટપરાસેંટ્રલ જેલમાઉંટેડ પોલિસ લાઈનબેડીનાકા ચોકનકલંક ચોકદરબાર ગઢહવેલી રોડલોહાણાપરા એરિયામોચી બજારદાણાપીઠભીંડભંજનપરાબજારકૃષ્ણાપરાજ્યુબેલી ગાર્ડનકેસરી પુલગવર્મેન્ટ ગોડાઉનરઘુનંદનલાલબહાદુર શાસ્ત્રીનગરગાયકવાડીહંસરાજનગર. વગેરે આવેલા છે.

 

News

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

19/06/2012 16:05
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......? માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા...

અનુભવી હંસે યુવાન હંસોને મુશ્કેલીમાંથી ઉગાર્યા

09/06/2012 18:53
  જં ગલમાં એક ઊંચા શીમળાના ઝાડ પર હંસોનું એક ટોળું રહેતું હતું. આ ટોળાંમાં એક વડીલ હંસ અને બાકીના યુવાન હંસો હતા. વડીલ હંસ અનુભવી અને બુદ્ધિમાન હતો. એક દિવસ તેણે આ શીમળાના વૃક્ષની નીચે થડમાં એક વેલને ઊગેલી જોઈ. આ વેલને અન્ય યુવાન હંસોને બતાવવા એણે કહ્યું કે, "આ વેલ હજુ કૂણી છે ત્યાં જ તેનો...

રેઇનવોટર હાર્વેસ્ટિંગ : આટલું તો હું કરી જ શકું...

09/06/2012 18:50
  વરસાદી પાણીનો સંગ્રહ કરીને જળ સ્ત્રોતોમાં વધારો કરી એક સામાન્ય માનવી પણ પર્યાવરણ બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે ભારતના ઘણા ભાગોમાં પાણીની સમસ્યા હજીય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વરસાદના પાણીનો સંગ્રહ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) એક ઉત્તમ ઉપાય છે. આ રીતે આકાશમાંથી વરસતાં પાણીને બેકાર...

રાજકોટમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીતોને મળ્યા, વિવાદ ઉકેલવા પ્રયાસ

09/06/2012 18:43
રાજકોટમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનમાં આજે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીત નેતાઓ તેમજ દલીતો કાર્યકરોને આજે મળ્યા હતા અને પોતાના વિવાદોનું સમાધાન કરવા માટે જણાવ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે દલીતો સામે ઉચ્ચરણો કરવા બદલ લડત ચાલી રહી છે.  રૂપાલાએ થોડા સમય પહેલા...

કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો

06/06/2012 17:42
દિવસ બદલે છે અને તમે સહજતાથી તારીખિયામાં તારીખ બદલો છો. એ નવા દિવસને સ્વીકારો છો. એનું સ્વાગત કરો છો, તેવી જ રીતે જિંદગીમાં થતા ફેરફારોને પણ આવકારીને એની સાથે ખુદને બદલો. એમાં પણ કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો જે વ્યક્તિ જિંદગીમાં પરિવર્તન નથી સ્વીકારતી તે જીવનભર કંઈ નવું શીખી નથી...

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

06/06/2012 17:39
  પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......? માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.  કોઈપણ વ્યાખ્યાનકાર...

સી.આર.સી. નં.૪ ની પુસ્તક પસંદગી સમિતિ

31/01/2012 17:07
સર્વ શિક્ષા અભિયાન મિશન રાજકોટ દ્વારા તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ શ્રી મોહનદાસ ગાંધી વિધાલયના ગ્રાઉન્ડ રાજકોટમાં બાલ પુસ્તક મેળા માં સી.આર.સી.નં.૪ ની ૭ શાળાઓમાટેની સી.આર.સી. નં.૪ ની પુસ્તક પસંદગી સમિતિ ના ૧૧ સભ્યો (જેમાં ૭ બાળકો...

સી.આર.સી.નંબર-૪ આર.એમ.સી.રાજકોટ માં શિક્ષક તાલીમ

31/01/2012 10:11
સી.આર.સી.નંબર-૪ આર.એમ.સી.રાજકોટ માં શિક્ષક તાલીમ તા. ૭-૧-૨૦૧૨ ના રોજ યોજવામાં આવેલ. આ તાલીમમાં  ૬૦ શિક્ષકોએ ભાગ લીધેલ. સી.આર.સી.ના તાલીમ હોલ માં એલ.સી.ડી. પ્રોજેક્ટર મારફતે જાયન્ટ વિડીઓ સ્ક્રીન પર બાયસેગ સ્ટુડીઓ ગાંધીનગર દ્વારા તાલીમ નું  જીવંત પ્રસારણ...