મેનેજમેન્ટ

01/02/2012 09:57

 

મેનેજમેન્ટ

પાંચ W અને એક Hને મેનેજમેન્ટની ભાષામાં સિક્સ સિગ્મા તરીકે ઓળખવામાં આવે છે. સિક્સ સિગ્મા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથેડોલોજી છે. એટલે કે મેનેજમેન્ટમાં ડગલે ને પગલે જે મુશ્કેલીઓ ઉદ્ભવે અને ત્વરિત નિર્ણય લેવાના થાય ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવા આ સિક્સ સિગ્મા દિશાસૂચક તરીકે કામ કરે છે

1. W - Who 

Who will do?

તમે જે બિઝનેસ કે પ્રોજેક્ટ હાથ પર લીધો છે તેમાં કોણ કોણ તમને સપોર્ટ કરશે, કઈ વ્યક્તિને કયું કામ સોંપવામાં આવે તો તે

તેને યોગ્ય રીતે પાર પાડી શકશે અને કોણે તેને યોગ્ય રીતે પાર પાડવું જોઈએ એ પાંચ Wમાંના પહેલા W પરથી જાણી શકશો. ટૂંકમાં હાથમાં લીધેલા કાર્યને કે લક્ષ્યને પાર પાડવા માટે ટીમવર્કમાં કઈ વ્યક્તિની ભૂમિકા કઈ રહેશે અને કઈ હોવી જોઈએ તેનો જવાબ આ W આપશે.

2. W - What

What to do?

વોટ ટુ ડુ -નું સહજ અને સરળ ગુજરાતી છે શું કરવાનું છે? અથવા શું થઈ શકે? અહીં વોટ ટુ ડુ એ કાર્ય અને તેના પરિણામ સંદર્ભ સાથે જોડાયેલું છે. કાર્યને પાર પાડવા માટે તમે જે કોઈ એક્શન લો તેના રિએક્શન અંગે અગાઉથી જ અનુમાનો લગાવવાનાં હોય છે. બીજો W તમને ભાવિ સાથે જોડે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કોઈ કાર્યને અમલમાં મૂકવામાં આવે તેનાં પરિણામો કયાં કયાં આવી શકે તેનો જવાબ તમને આ W પરથી મળશે. તમે જે પગલાં ભરશો તેના પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સથી આ Wના માધ્યમથી વાકેફ થશો. જે જે પણ એક્શન તમે લેશો તેનાં સારાં અને વિપરીત પરિણામોનો અણસાર આ ઉને આધારે મેળવી શકશો. જેના આધારે તમે સજાગતા અને સુસજ્જતા કેળવી શકશો. જો કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો તેને પણ ફેસ કરવાની ચેલેન્જ ઉપાડી શકશો.

3. W - Where

Where will it be implemented?

સ્થળની વાત છે. આ Where માર્કેટિંગ ફન્ડા સાથે મહત્ત્વપૂર્ણ રીતે જોડાયેલો છે. જો કોઈ ઈન્ટરનેશનલ માર્કેટ અને પ્રાઈઝ સાથેની વસ્તુ તમે નાના શહેર કે ગામમાં વેચવા જાઓ તો સ્વાભાવિક રીતે તે સફળ નહીં થાય. એ જ રીતે નાના ટાઉનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવેલી વસ્તુ તમે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોલ્ડ કરવામાં સફળતા ન મેળવી શકો. એટલે કઈ વસ્તુ, પ્રોજેક્ટ ક્યાં સફળ બનશે તેનો મદાર સ્થળ અને માર્કેટ પર રહેલો છે. આ એપ્રોપ્રિએટ સ્થળ અને માર્કેટનો જવાબ Whereપરથી જાણી શકશો. એક રમૂજ છે કે એક ગામમાં હજામે વાળ કાપવાની દુકાન ખોલી. પણ તેને એકેય દિવસ ઘરાકી નહોતી મળતી. કારણ. કારણ આ ગામમાં બધી જ વસ્તી શીખોની હતી. કઈ પબ્લિકને ધ્યાનમાં રાખીને તમે વસ્તુ કે પ્રોજેક્ટને આકાર આપી રહ્યા છો, પબ્લિકની કયા પ્રકારની જરૂરિયાત છે, પબ્લિકની જે માંગ છે તેને પૂરી કરવા માટે હાથમાં લેવાયેલો પ્રોજેક્ટ કે વસ્તુ સમર્થ છે કે કેમ આ બધાં પ્રશ્નોના જવાબ Where પરથી મળશે.

4. W - When

When will it take place?

ભરઉનાળે તમે ઊનનાં કપડાં વેચવા જાઓ તો સ્વાભાવિક છે કે તે નહીં વેચાય. કારણ. કારણ સીધું છે કે ઉનાળામાં ઊનનાં નહીં કોટનનાં વસ્ત્રોની જરૂર હોય છે. ત્યારબાદની આવનારી ઋતુ ચોમાસાની છે તો કદાચ એવા સમયે વ્યક્તિ અગાઉથી ચોમાસાને રિલેટેડ વસ્તુની ખરીદી કરવાનું વિચારી શકે, ઊનનાં વસ્ત્રો ખરીદવાની નહીં. બસ, આ When એટલે સમય. યોગ્ય સમય. કહેવત છે ને રાઈટ વર્ડ એટ રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ. એવું જ મેનેજમેન્ટમાં છે. સમયને ધ્યાનમાં રાખીને વસ્તુની કે પ્રોજેકટની પસંદગી. ચ્યવનપ્રાશ અને કોલ્ડ ક્રીમની જાહેરાત શિયાળામાં જ જોવા મળશે. સેમ વે...મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં સમય અને તે પણ કયા સમયે કયું કામ હાથમાં લેવું, તેને કેટલા સમયમાં પાર પાડવું તેનો ક્યાસ When પરથી મેળવી શકશો.

5. W - Why

Why would /should it be done?

તમે જે કામ, પ્રોજેક્ટ હાથમાં લીધો છે તેનું અલ્ટિમેટ ધ્યેય કે લક્ષ્ય શું છે. સીધી વાત એ છે કે સફળતા મેળવવા અને પરિણામ સિદ્ધ કરવા માટે. પાંચ  Wમાં Why ભલે છેલ્લે આવતો હોય પણ સૌથી અગત્યનો છે, કારણ કે તે તમને તમારી પ્રાથમિક જરૂરિયાતસમા ઉદ્દેશથી માહિતગાર કરે છે. શા માટે તમારે પ્રોજેક્ટને આકાર આપવો, હાથમાં લેવો તેનો જવાબ Why પરથી મળશે.

6. H - How

How will it be done?

તમારે કોઈ કામ પાર પાડવું છે, તેના માટે કયાં કયાં પાસાં જરૂરી છે તેનો પણ તમને ખ્યાલ છે પણ કેવી રીતે આ પ્રોજેક્ટને પાર પાડશો. તેની રૂપરેખા How પાસેથી મળશે. તમારે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવું છે, તમારી પાસે ગાડી છે, પેટ્રોલ ટેન્ક ફુલ છે, શું કામ એ જગ્યાએ જવું છે તેની પણ તમને ખબર છે. પણ આ સ્થળે કેવી રીતે પહોંચશો તેની જાણકારી મેળવવી જરૂરી બની જશે. તમારો રસ્તો આસાન બની જશે જો તમારા પાસે એ સ્થળે પહોંચવા માટેનો નકશો કે રૂપરેખા હશે. એ જ રીતે How એ મેનેજમેન્ટનાં જુદાં જુદાં પાસાંની રૂપરેખા છે જે લક્ષ્યને પાર પાડવા માટે તમારા માટે દિશાચિહ્ન તરીકેની ભૂમિકા ભજવશે.