રેઇનવોટર હાર્વેસ્ટિંગ : આટલું તો હું કરી જ શકું...

09/06/2012 18:50

 

વરસાદી પાણીનો સંગ્રહ કરીને જળ સ્ત્રોતોમાં વધારો કરી એક સામાન્ય માનવી પણ પર્યાવરણ બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે

ભારતના ઘણા ભાગોમાં પાણીની સમસ્યા હજીય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વરસાદના પાણીનો સંગ્રહ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) એક ઉત્તમ ઉપાય છે. આ રીતે આકાશમાંથી વરસતાં પાણીને બેકાર જતું અટકાવી શકાય છે.

શું છે રેઇનવોટર હાર્વેસ્ટિંગ?
  • વરસાદી પાણીને ઘરની ટાંકી કે કૂવામાં સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવો, તેને રેઇનવોટર હાર્વેસ્ટિંગ કહે છે. ખાલી બોરવેલ,અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. ઓછા ખર્ચે ઘરે પણ શક્ય છે
  • વરસાદી પાણીનો સંગ્રહ કરવા કોઈ મોટા બાંધકામની જરૃર નથી. બોરવેલ, ટેરેસ પરની ટાંકીમાં કે ઘરના આંગણામાં ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. હવેની ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ્સ પણ લગાવાય છે.
  • ગુજરાતમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ

શહેરોમાં વરસાદી પાણી ગટરોમાં જતું રહે છે. ગત પાંચ વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ ગ્રાઉન્ડવોટર હાર્વેસ્ટિંગના પ્લાન્ટનું નિર્માણ કરાયું છે, જેને લીધે ભૂમિજળનું સ્તર વધ્યું છે. નર્મદા વોટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમે પણ તેની યોજના બનાવી છે.